ઝી મીડિયા બ્યુરો, અમદાવાદ: સાડા છ કરોડ ગુજરાતીઓ માટે સૌથી મોટી અને ગર્વની ખબર... રાષ્ટ્રીય સ્તરના ન્યૂઝ ટેલિવિઝન એવોર્ડ્સ 'NT એવોર્ડ્સ' માં તમારી પસંદગીની ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ZEE 24 કલાક એક સાથે 7 કેટેગરીમાં 7 રાષ્ટ્રીય એવોર્ડ જીતી છે.સૌથી ઝડપી અને સચોટ સમાચારો જોવા માટે તમે ZEE 24 કલાક પર મુકેલા ભરોસા પર રાષ્ટ્રીય સ્તરે પણ મહોર વાગી છે. ગુજરાતી ન્યૂઝ ટેલિવિઝનના ઈતિહાસમાં પહેલી વાર ZEE 24 કલાકે એક સાથે 7 રાષ્ટ્રીય એવોર્ડ જીત્યા છે. ખુશીની આ ક્ષણો અમે આપ સૌ દર્શકોને નામ કરી રહ્યા છીએ.
પ્રથમ એવોર્ડ બેસ્ટ પ્રાઈમ ટાઈમ ન્યૂઝ શો- એડિટર્સ પોઈન્ટ
તમારી ચેનલ ZEE 24 કલાકને જે 7 રાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે એમાં પહેલો એવોર્ડ મળ્યો છે ગુજરાતના બેસ્ટ પ્રાઈમ ટાઈમ ન્યૂઝ શો એડિટર્સ પોઈન્ટને. એડિટર્સ પોઈન્ટમાં રોજ રાત્રે 9 વાગ્યે ગુજરાત, દેશ અને દુનિયાના મોટા મુદ્દા પર આધારીત રિપોર્ટ અમે આપને બતાવીએ છીએ.
બીજો એવોર્ડ બેસ્ટ ટીવી ન્યૂઝ પ્રેઝેન્ટર- જૂહી પટેલ
ZEE 24 કલાકને બીજો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે ગુજરાતના બેસ્ટ ટીવી ન્યૂઝ પ્રેઝેન્ટરનો. ગુજરાતના બેસ્ટ TV ન્યૂઝ પ્રેઝેન્ટર તરીકે ZEE 24 કલાકનાં એન્કર જૂહી પટેલને આ રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે.
ત્રીજો એવોર્ડ બેસ્ટ પ્રાઈમ TV ન્યૂઝ એન્કર- જનક સુતરિયા
ત્રીજો રાષ્ટ્રીય એવોર્ડ પણ ZEE 24 કલાકના એન્કર જીત્યા છે. ગુજરાતના બેસ્ટ પ્રાઈમ TV ન્યૂઝ એન્કર તરીકે ZEE 24 કલાકના એન્કર જનક સુતરિયાને ન્યૂઝ ટેલિવિઝન એવોર્ડનું સન્માન મળ્યું છે. ગુજરાતી ન્યૂઝ ટેલિવિઝનના ઈતિહાસમાં પહેલીવાર એક નવો રેકોર્ડ.
ચોથો એવોર્ડ TV ન્યૂઝ રિપોર્ટર- અમિત રાજપૂત
ગુજરાતના બેસ્ટ TV ન્યૂઝ રિપોર્ટર તરીકે ZEE 24 કલાકના રિપોર્ટર અમિત રાજપૂતને રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે.
પાંચમો એવોર્ડ બેસ્ટ વીડિયો એડિટર- ચંદ્રકાન્ત પટેલ
પાંચમો રાષ્ટ્રીય એવોર્ડ બેસ્ટ વીડિયો એડિટર તરીકે ZEE 24 કલાકના ચંદ્રકાન્ત પટેલને મળ્યો છે. ખૂબ જ ખુશીની આ ક્ષણો છે. સાડા છ કરોડ ગુજરાતીઓના ભરોસાની આ જીત છે. સૌથી ઝડપી અને સચોટ સમાચાર માટે ગુજરાત ZEE 24 કલાક પર વિશ્વાસ કરે છે તેમના વિશ્વાસની આ જીત છે.
છઠ્ઠો એવોર્ડ ન્યૂઝ ચેનલ પ્રોમો- ZEE 24 કલાક ન્યૂઝ ચેનલ પ્રોમો
તમારી પસંદગીની ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ZEE 24 કલાકને છઠ્ઠો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે ZEE 24 કલાકના ચેનલ પ્રોમોને.
સાતમો એવોર્ડ ન્યૂઝ શો પ્રોમો- એડિટર્સ પોઈન્ટ પ્રોમો
સાતમો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે ગુજરાતના બેસ્ટ પ્રાઈમ ટાઈમ ન્યૂઝ શો એડિટર્સ પોઈન્ટના પ્રોમોને.
એડિટર્સ પોઈન્ટને 2 પુરસ્કાર
એડિટર્સ પોઈન્ટને 2 પુરસ્કાર મળ્યા છે. એક ગુજરાતના બેસ્ટ પ્રાઈમ ટાઈમ ન્યૂઝ શોનો રાષ્ટ્રીય એવોર્ડ અને બીજો રાષ્ટ્રીય એવોર્ડ છે બેસ્ટ શો પ્રોમો માટેનો.
ગુજરાતની નંબર 1 ન્યૂઝ ZEE 24 કલાકે રાષ્ટ્રીય સ્તરે પણ પોતાના પ્રભાવ અને દબદબો બતાવ્યો છે. ના કોઈ આગળ... ના કોઈ નજીક... સૌથી અગ્રેસર, સૌથી ઝડપી અને સૌથી સચોટ સમાચારો માટે ગુજરાતીઓનો પહેલો ભરોસો બનનારી ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ZEE 24 કલાક હવે રાષ્ટ્રીય સ્તરના ન્યૂઝ ટેલિવિઝન એવોર્ડમાં પણ અવ્વલ રહી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે